જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન વિષયમાં ૧૧૩૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન વિષયમાં ૧૧૩૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
*****
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ થયો છે.
બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહના કૃષિ વિધ્યા વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ ૮૮ વિધ્યાર્થીઓ પૈકી ૮૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને ૩ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જ્યારે તત્વજ્ઞાન વિષયમાં ૧૧૫૬૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૩૫૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૦૬ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૧૩૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૨૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા



