AHAVADANG

ડાંગ જિલ્લામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપ આહવા મંડળની કાર્યશાળા યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મહત્વના અભિયાન એવા “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત આહવા મંડળનાં કુલ ૧૩૫ બુથોમાં લાભાર્થીઓના સંપર્ક માટે જનાર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે કાર્યશાળાનું આયોજન થયુ.જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિતની સૂચના અનુસાર યોજાયેલ આ કાર્યશાળામાં ભાજપ હોદ્દેદારો અને બુથ લેવલના કાર્યકર્તાઓએ ભાગ લીધો.૧ માર્ચથી પ માર્ચ સુધી યોજાનાર આ અભિયાનમાં ૩૦ લાખથી વધુ ભાજપના કાર્યકરો દેશના ૬ કરોડથી વધુ લાભાર્થી પરિવારોના ૩૫ કરોડથી વધુ લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરશે અને તેમને વડાપ્રધાન શુભેચ્છાઓ પણ પાઠવશે. જે અંતર્ગત લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન ડાંગ જિલ્લાના લાભાર્થી મતદારોને મળી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી મળેલ લાભો, લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા, તેમને સાહિત્ય આપવું, તેમની સાથે આત્મીયતા કેળવવી અને બુથના પ્રશ્નો જાણવા સહિતની કામગીરી કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. બૂથમાં જનાર કાર્યકર્તાઓને સાહિત્ય કીટ, બુથ પ્રમાણે લાભાર્થીઓની યાદી આપવામાં આવી. કાર્યશાળામાં અભિયાનના સહ કનવિનર વિજયભાઈ મોરે, મંડલ પ્રમુખ શંકરભાઈ ચૌધરી, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, મંડલ મહામંત્રી સતિષભાઈ સૈદાને દ્વારા વિસ્તૃત માહિતી અને મારગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યશાળામાં મંડલ સંયોજક હીરાભાઈ રાઉત, સહ સંયોજક રાજેશભાઈ ગાવિત અને પ્રભુભાઈ ચૌધરી, કાર્યાલય મંત્રી મેરિશભાઈ પવાર, બક્ષીપંચ મોરચા મહામંત્રી ક્રિષ્નાભાઈ પવાર, આહવા તાલુકા પંચાયતમાંથી ઉપપ્રમુખ કમલેશભાઈ વાઘમારે, કારોબારી અધ્યક્ષ વિજયભાઈ ચૌધરી, સદસ્ય લક્ષ્મીબેન ગવળી તથા મંડળ મહામંત્રી ભાસ્કરભાઈ ચોર્યા, આઈટી સેલ કનવિનર ગીરીશભાઈ મોદી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બૂથમાં જનાર કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button