
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા ફુવારા ચાર રસ્તા પર જાહેરાતનાં બોર્ડ લગાવવામાં આવેલ છે. જે અકસ્માતને નોતરું આપી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ બોર્ડ હટાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આઈટી સેલ મારકણા મનીષભાઈ દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.
ડાંગ જિલ્લાના આહવા નગરમાં આવેલ ચાર રસ્તા ફુવારા સર્કલ પર સંકલ્પ વિકસિત ભારત અંગેનું જાહેરાત બોર્ડ લગાવવામાં આવેલ છે. પરંતુ આ જાહેરાત બોર્ડ અકસ્માતને નોતરું આપી રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. રસ્તાની વચ્ચે જ આ બોર્ડ લગાવવામાં આવેલ છે ત્યારે રસ્તા પર નાના મોટા વાહનોની અવરજવર વધારે હોય છે. અને બે વખત ત્યાં અકસ્માત થતા થતા રહી ગયા છે. જેથી તાત્કાલિક ધોરણે આ જાહેરાત બોર્ડ રસ્તાની વચ્ચેથી હટાવવામાં આવે તે જરૂરી બની ગયું છે. જેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આઈટી સેલનાં મારકણા મનીષભાઈ દ્વારા આહવા મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી બોર્ડ હટાવવા માંગ કરવામાં આવી હતી.તેમજ આ જાહેરાત બોર્ડ ટૂંક સમયમાં હટાવવામાં ન આવે તો બોર્ડને કોઈ નુકસાન થાય તો તેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..





