BANASKANTHAGUJARATPALANPUR

સાયન્સ અને કોમર્સ કોલેજ પાલનપુર ખાતે પક્ષી પરિચય ભાગ-૧ જેસોર ના પક્ષીઓ પુસ્તક નો વિમોચન કાર્યક્રમ યોજાયો 

22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જી ડી મોદી વિદ્યા સંકુલ પાલનપુરના શ્રીમતી લીલાબેન સી પરીખ ઓડિયો વિઝ્યુઅલ સેન્ટર ખાતે પ્રોફેસર ડોક્ટર સુરેશ પ્રજાપતિ અને કૈલાસ જાની લેખિત પુસ્તક બનાસ ના પક્ષીઓ 1- જેસોરના પંખીઓ નો વિમોચન કાર્યક્રમ રવિવાર તારીખ 22 ઓક્ટોબર 2023 ના રોજ યોજાયો. જેમાં પાલનપુર, ડીસા, મહેસાણા અને મુંબઈથી પધારેલ પ્રકૃતિ પ્રેમીઓએ હાજરી આપી આજના કાર્યક્રમમાં પાલનપુરના જાણીતા ફિઝિશિયન ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાના હસ્તે પુસ્તકનું વિમોચન થયું, અને સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સાહેબે હાજર મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપ્યો બનાસની વનસ્પતિ વિવિધતા વિશે તજજ્ઞ તરીકેના પોતાના વિચારો વ્યક્ત કર્યા. સાથે સાથે જાણીતા ફિઝિશિયન ડૉ મયંક શાહ, શ્રી શશીકાંત દોશી, ડોક્ટર ગીરીશભાઈ આચાર્ય ડો એમ વી હાથી વગેરે મહાનુભાવો એ પણ પ્રકૃતિ અને પક્ષીઓ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા અને પર્યાવરણ સંરક્ષણ માટે આહવાન પણ કર્યું. પુસ્તકના પ્રેરણા સ્ત્રોત ડો નવીનભાઈ શાહે કહ્યું કે આવનારા સમયમાં મિત્રો દ્વારા બનાસના સમૃદ્ધ ખજાના માં રહેલ પક્ષીઓ પતંગિયા અને વનસ્પતિઓ વિશે પણ નાનકડી પુસ્તિકાઓ જો બનશે તો વિદ્યાર્થીઓ અને પ્રકૃતિએ દ્રવ્ય અને તે ખૂબ ઉપયોગી બનશે. પ્રોફેસર મુકેશ રાવલ પરીક્ષિત આચાર્ય ડોક્ટર વિશાલ વાઘેલા વાનખેડે વગેરે પણ પક્ષીઓ પ્રત્યે સામાન્ય વ્યક્તિ સંવેદનશીલ બની તેના સરક્ષણ વિચારતો થાય તે બાબતે વાત કરી લેખક તરીકે કૈલાશ જાને પોતાની જેસોર અને ફિલ્ડ ભ્રમણના અનુભવો અને પક્ષી જગત અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા. લેખક પ્રો ડો સુરેશ પ્રજાપતિએ પુસ્તક વિશે પોતાના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું કે આ પુસ્તકમાં બનાસકાંઠામાં નોંધાયેલ 300 કરતાં વધુ પક્ષી જાતિઓ પૈકીના 60 જાતના પક્ષીઓને સ્થાન આપ્યું છે અને તેમના રંગીન ફોટોગ્રાફ્સ તેમના કદને આધારે ચડતા ક્રમમાં ગોઠવી દરેકના પરિચય માટેના બે ત્રણ લક્ષણ વર્ણવ્યા છે. આ માહિતી સ્કૂલના બાળકો અને પક્ષી નિરીક્ષણમાં પાપા પગલી માંડતા દરેક વ્યક્તિને જો હાથવગી બને તો ચોક્કસપણે પક્ષી અંગેના તેઓના જ્ઞાનમાં વધારો થઈ શકશે. આવનારા સમયમાં આવા અન્ય પક્ષીઓને લઈને નવી પરિચય પુસ્તિકા બહાર પાડવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો. મુરબ્બી શ્રી ડો એમ વી હાથી અને શ્રી ડો ગિરીશભાઈ ઠાકર (ગુરુ)એ આશીર્વાદ આપતા આ કાર્યને બીરદાવ્યો. સદર કાર્યક્રમનું સૌજન્ય મણીબા ગ્રંથાલય ડીસા દ્વારા પ્રાપ્ત થયું. અંતમાં અલ્પાહાર સૌ છૂટા પડ્યા. આજના કાર્યક્રમનું સંચાલન પ્રો ડૉ સુરેશ પ્રજાપતિ, પ્રાણીશાસ્ત્ર વિભાગ સાયન્સ કોલેજ પાલનપુરએ સંભાળ્યું.

[wptube id="1252022"]
Back to top button