
વિજાપુર નિજાનંદ ગૃપ પ્રકૃતિ મંડળ દ્વારા દુર્ગા સમાન દીકરીઓને ચણીયા ચોળી વિતરણ કર્યું
75 જેટલી દુર્ગા સમાન દીકરીઓને કરાયુ ચણીયા ચોળી નુ વિતરણ
શાળાના આચાર્ય એ નિજાનંદ ગૃપ નો કર્યો આભાર વ્યક્ત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના પિલવાઈ શેઠ જીસી હાઈસ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને નવરાત્રી દરમ્યાન પહેરવા માટે નિજાનંદ ગૃપ પ્રકૃતિ મંડળ, દ્વારા શાળાના આચાર્યા કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ અતિ જરૂરિયાતમંદ માં દુર્ગા સમાન 75 જેટલી દીકરીઓને તેમની માતાઓ ના જ હસ્તે અવનવી ચણિયાચોળીઓ નું વિતરણ કરાવવામાં આવ્યું હતુ જેને લઇને શાળામાં ભણતી દરેક દીકરીઓના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમમાં નિજાનંદ ગૃપના સભ્યો જોડાયા હતા આચાર્ય કૃણાલ બેને જણાવ્યું હતુકે આગામી દિવસો માં આવી રહેલા પાવન નવરાત્રી પર્વ ની ઉજવણી માટે ભણતી દુર્ગા સ્વરૂપ દીકરીઓને તેઓ પર્વ નિમિત્તે ઉપયોગી એવી દીકરીઓના માપની ચણીયા ચોળી નું વિતરણ કાયમી સેવાઓ આપતું નિજાનંદ ગૃપ દ્વારા આપવામાં આવ્યું છે જે બદલ નિજાનંદ ગૃપ નું શાળા એ આભાર વ્યક્ત કર્યો હતો





