
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
ઇન્દોરની એક યુવતીને મહિસાગર જિલ્લામાં લગ્નની લાલચ આપી એક મહિલાએ ફસાવી.
25 વર્ષીય પિડીત યુવતીએ 181 પર ફોન કરી જણાવેલ કે મને ઇન્દોર થી 20 દિવસથી છેતરાવીને લગ્નની લાલચ આપી ફસાયેલ છે મારે ઇન્દોર જવું છે મારે અહીંયા રહેવું નથી મારી મદદ કરો આવો ફોન મહીસાગર 181 ટીમને મળતા તરત જ સીન પર જઈ પિડીત યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી ને વીસ દિવસથી એક મહિલા ઇન્દોર થી લગ્નની લાલચ આપી મહીસાગર જિલ્લામાં લાવીને ફસાવી હતી અને જે યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું તે યુવક સાથે લગ્ન કરાવ્યા નથી અને આધેડ વયના પુરુષ સાથે રહેવાની ફરજ પાડી હતી તથા સગા સંબંધીઓના નંબરો બ્લેક લિસ્ટ માં મૂક્યા છે કોઈનો ફોન આવતો નથી ઘરની બહાર નીકળવા દેતા નથી તથા કોઈ ગામનું નામ કે એડ્રેસ ખબર નથી અને બે-ત્રણ ગામડે લઈ ગયા હતા પેલી સ્ત્રી તો સામે આવતી જ નથી અને મને ઇન્દોર જવા દેતા નથી મારે ઈન્દોર જવું છે મારી મદદ કરવા વિનંતી તેમ જણાવતા હતા આધેડ વયના પુરુષ તેમને સંતરામપુર બજારમાં ખરીદી કરવા માટે લાવ્યા હતા તો તેમનાથી દૂર જઈ છુપી રીતે ફોન કરેલ છે આ વાતની તેમને ખબર નથી અને કાલે બરોડા લઈ જવાની વાત કરતા હતા મારે અહીં રહેવું નથી મારે ઈન્દોર જવું છે તેમ જણાવતા હતા આથી પિડીત યુવતીને આશ્વાસન આપી શાંત પાડ્યા અને તેમના રિલેટિવ સાથે ફોનથી વાતચીત કરી તેમને કાયદાકીય માહિતી આપી લુણાવાડા આશ્રય ગૃહમાં આશરો અપાવેલ છે તો પિડીત યુવતીએ મહિસાગર 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.