સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદીના હસ્તે રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાના શિલાન્યાસ અને લોકાર્પણ

તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વડાપ્રધાન મોદીના હસ્તે રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાના શિલાન્યાસ અને લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો ઈ-શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું ઉદ્દઘાટન થયું હતું આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉમહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને રેલવેની વૈશ્વિક સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મહા અભિયાનના ભાગરૂપ આજે રૂ. ૮૫૦૦૦ કરોડના રેલવે પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને વિવિધ સેવાઓનો લીલી ઝંડી આપી અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન – વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત રેલવે વિભાગ દ્વારા સ્થાનિક કલા અને કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે તેના વેચાણ અને પ્રદર્શન હેતુ ખાસ સ્ટોલનું લોકાર્પણ થયું છે આ લોકાર્પણથી જિલ્લાના સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પ્લેટફોર્મ મળશે આ ઉપરાંત સ્થાનિક કારીગરોની આવકમાં વધારો થશે સુરેન્દ્રનગર સ્ટેશન પર OSOP સ્ટોલમાં એમ્બ્રોઇડરી તોરણ, પર્સ, પિલો કવર, હેન્ડરૂલ, ડ્રેસ મટિરિયલ્સ, સાડી, દુપટ્ટા, વોલ પીસ, પૂજા થાળી વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જોરાવરનગર રેલવે સ્ટેશન ખાતે ટૂંક જ સમયમાં બગીચાનું નિર્માણ કરવામાં આવશે. રેલ્વે સ્ટેશનો પર જન ઔષધી કેન્દ્ર બનાવવામાં આવશે આ જન ઔષધી કેન્દ્રોમાં ૧૦ થી ૮૦ ટકા સુધીની દવાઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તાત્કાલિક પરિસ્થિતિમાં મુસાફરોને રેલવે સ્ટેશન પર જ દવાઓ મળી રહેશે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ક્ષેત્રમાં રેલવેનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬ સુધીમાં મુસાફરોને રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આશરે રૂ.૮૫૦૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-શિલાન્યાસની ભેટ આપી છે રેલવે સ્ટેશનો ખાતે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ રેલવે મંત્રાલય દ્વારા આજે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઓખા સુધી વિસ્તારિત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ આજે લીલી ઝંડી પણ અપાઈ છે સરકારે રેલ્વેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો દ્વારા લોક સુવિધા વધારવા અને સુખાકારી સભર બનાવવાની દિશા આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૮૫ હજાર કરોડની વિવિધ રેલવે પરિયોજના અંતર્ગત વડાધાનના હસ્તે ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારીત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો તેમજ રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ કોચિંગ ડેપો, નવી લાઈન તથા અન્ય પરી યોજનાઓનો ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કર્યા હતા ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર-અમદાવાદ, રેલવે લાઇનનું ડબલિંગ/મલ્ટી-ટ્રેકિંગ અને ગેજ રૂપાંતરણ, અનેક રેલ ખંડોનું વિદ્યુતીકરણ, રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, રેલવે ગુડ્સ-શેડ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ, ડિજિટલી નિયંત્રિત સ્ટેશન, સ્વચાલિત સિગ્નલિંગ રેલ ખંડ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ સોલર પાવર સ્ટેશન અને ભવન, રેલ કોચ રેસ્ટોરન્ટ વગેરે પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત રેલવે વિભાગ દ્વારા વિવિધ સ્ટેશનો પર સ્થાનિક કલા અને કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે તેના વેચાણ અને પ્રદર્શન હેતુ ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યા છે આ પરિયોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના સાત રેલવે સ્ટેશન ઉપર OSOPના સ્ટોલના લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર સ્ટેશન પર OSOP સ્ટોલ એમ્બ્રોઇડરી તોરણ, પર્સ, પિલો કવર, હેન્ડરૂલ, ડ્રેસ મટિરિયલ્સ, સાડી, દુપટ્ટા, વોલ પીસ, પૂજા થાળી વગેરેના વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ તકે, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતુભાઈ ચાવડા સહિત રેલ્વે કર્મીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.