યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની કાલોલ કોલેજનું ગૌરવ વધાર્યું

તારીખ ૨૮/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે ગુજરાત રાજ્ય એન એસ એસ સેલ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના વિદ્યાર્થી ગોધરીયા શહેજાદ આઈ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે પસંદગી પામ્યા હતા જેમાં આચાર્ય તેમજ સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને આચાર્ય ડો.કિશોર વ્યાસે જણાવ્યું કે આ ઘટના આનંદદાયક અને ગૌરવપૂર્ણ બની રહી છે. વધુમાં જણાવતા કહ્યું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ સમાજ સમક્ષ ઉજાગર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.યુનિવર્સિટીના કુલસચિવ ડો.અનિલ સોલંકી તેમજ એનએસએસ કો-ઓર્ડીનેટર પ્રો. મયંક શાહના હસ્તે વિજેતા થનાર સ્પર્ધકને પ્રમાણપત્ર તેમજ ૧૫૦૦ રૂપિયા નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.










