ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જીલ્લામાં 50 થી વધુ પૈસાદાર નબીરા વિવિધ વીજ કચેરીમાં ગેરકયદેસર નોકરી ચઢી ગયા હોવાનો નોકરી વાંચ્છુકોનો દાવો

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લામાં 50 થી વધુ પૈસાદાર નબીરા વિવિધ વીજ કચેરીમાં ગેરકયદેસર નોકરી ચઢી ગયા હોવાનો નોકરી વાંચ્છુકોનો દાવો

અરવલ્લી : ઉર્જા કૌભાંડમાં પહેલી વિકેટ પડી,મોડાસા UGVCLમાં ફરજ બજાવતી મહિલા કર્મી સસ્પેન્ડ,11 કર્મીઓને સસ્પેન્ડ કરવા તજવીજ

અરવલ્લી જીલ્લામાં ઉર્જા ભરતી કૌભાંડ 2017 થી ચાલતું હોવાની ચર્ચા

ઉર્જા ભરતી કૌભાંડમાં અરવલ્લીના એજન્ટ ઈશ્વર પ્રજાપતિએ 12 થી 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈને 12 વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે નોકરી લગાવી દીધા હતા સૂરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉર્જા કૌભાંડનો પર્દાફાશ કરી ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ આચરનાર અને નોકરી મેળવનાર એજન્ટો અને કર્મીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ મોડાસા ડિવિઝનમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવનાર 12 લોકોની પૂછપરછ માટે પહોંચી હતી જો કે કૌભાંડીઓને અગાઉથી જાણ થઇ જતા રજા પર ઉતરી જતા પોલીસ ટીમ વીલા મોઢે પરત ફરી હતી તમામ કર્મીઓ આગોતરા જામીન પણ મળી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા વીજકચેરીમાં ફરજ બજાવતી ઝલક મનહરભાઈ ચૌધરી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હજાર થતા પોલીસે પૂછપરછ હાથધરી હતી અને આ અંગે મહેસાણા યુજીવીસીએલને જાણ કરતા હેડ ઓફિસથી હિંમતનગર સર્કલ ઓફિસને ઝલક ચૌધરી નામની કર્મીને સસ્પેંડ કરવાનો આદેશ કરતા તેને તાબડતોડ સસ્પેન્ડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મોડાસા ડિવિઝનમાં કૌભાંડ આચરી નોકરી મેળવનાર અન્ય 11 શખ્સો સામે પણ કડક કાર્યવાહી હાથધરી સસ્પેન્ડ કરવા તજવીજ હાથધરી હોવાની વીજતંત્રના સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત થઇ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button