
હિંમતનગરના વાણિજ્ય એકમોને પાલિકા દ્વારા પાંચ હજાર ડસ્ટબીન વિનામૂલ્યે વિતરણ કરાશે
***
દિવ દમણ પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલે પાલિકાને આ ડસ્ટબીન ફાળવ્યા
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા ને હિંમતનગરના વતની અને દિવ દમણ પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલે ૫૦૦૦ ડસ્ટબીન ભેટ આપ્યા હતા. જે તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
ધારાસભ્યશ્રી એ જણાવ્યું સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત બીજી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન કાર્યક્રમની ઉજવણી સ્વચ્છતા હી સેવા ના ભાગરૂપે ૧ ઓક્ટોબરના રવિવારના રોજ હિંમતનગર મહેતાપુર સ્વામી વિવેકાનંદ સર્કલથી કાર્યક્રમની શરૂઆત દીવ દમણ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. આ દિવસે સ્વચ્છતાને વેગ મળે અને નાગરીકો આમતેમ કચરો ન ફેલાવે તે માટે પ્રશાસક શ્રી દ્વારા વાણિજ્ય એકમો દુકાનોમાં ડસ્ટબીન મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે તા.૧૩ ઓક્ટોબર ૨૦૨૩ ના શુક્રવારે છાપરીયા ફાયર સ્ટેશન ખાતે ૧૫ લિટરના ૫000 ડસ્ટબીન આવતા અહી નગરપાલિકાના સભ્યો અને કર્મીઓ દ્વારા આ ભેટ હર્ષ ભેર સ્વીકારી હિંમતનગર નગરપાલિકા ને સ્વચ્છ બનાવવા દ્રઢ સંકલ્પ લીધો હતો.
ટૂંક સમયમાં જ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ એકમમાં ડસ્ટબીન વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા



