વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે વિસર્જનમાં બે પક્ષો વચ્ચે મારામારી થતાં,સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે બંને પક્ષો વચ્ચે ફરી મારામારી થઈ હતી.અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.. પ્રાપ્ત વિગતો અનુસાર આહવાનાં મીલીન દીપક પીંપળેએ ગણપતિ વિસર્જનમાં મહેશ દેવરામ દેસાઈનાં છોકરા દિલીપને બંને હાથથી બિભત્સ ઇસારા કરતો હતો.ત્યારે ઇસારા કેમ કરે છે તેમ કહેવા જતા મહેશ દેવરામ દેસાઈનાં દીકરા દિલીપ અને મહેશ દેસાઈના ભાઇના દીકરા સાથે ઝગડો થયો હતો.અને મારામારી થઈ હતી જેથી તેમને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આહવા સિવિલ હોસ્પિટલમાં પણ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ મહેશ દેવરામ દેસાઈએ મીલીન દિપક પિંપળે સહિત 4 સામે ગુન્હો નોંધાવ્યો હતો.તો બીજી બાજુ મીલીન દિપક પિંપળે એ મહેશ દેવરામ દેસાઈ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





