શ્રી વિનય વિદ્યા મંદિર થરા ખાતે” યુવા મતદાર મહોત્સવ 2023 ” અંતર્ગત બાળ સંસદ નું આયોજન કરવામાં આવેલ

25 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર થરા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી બનાસકાંઠા દ્વારા સૂચિત “યુવા મતદાર મહોત્સવ-2023” ની ઉજવણી શાળાના ઉત્સાહી પ્રમુખશ્રી અણદભાઈ આર. પટેલની પ્રેરણા થી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ સંસદની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 44 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ ખેંચવાની પ્રક્રિયામાં 39 ફોર્મ રદ થયેલ અને 5 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.શાળાના આચાર્ય શ્રી હરેશભાઇ એસ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે શાળાનાસુપરવાઈઝર શ્રી ઈશ્વરભાઈ બી. પટેલે ભૂમિકા ભજવી હતી. પ્રેસાઇડિંગ અધિકારી તરીકે અશોકભાઈ પટેલ,ભગીરથભાઈ ચૌધરી, બબીબેન ચૌધરીએ ભૂમિકા ભજવી હતી. મતગણતરી અધિકારી તરીકે નટવરલાલ શેખલીયા,નરેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી,દેવરાજભાઇ પટેલ દિનેશભાઇ પટેલ,વિપુલભાઈ ચૌધરી,પ્રહલાદભાઈ ચૌધરી વગેરે ખુબજ સુંદર કામગીરી બજાવી હતી.અને છેલ્લે બાળ સંસદ નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું.અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાની સુંદર સમજ આપવામાં આવી હતી.





