ઈડર નગરપાલિકા ભાજપના પૂર્વ કાઉન્સિલરનું લાલપુર પાસે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત


ઈડર નગરપાલિકા ભાજપના પૂર્વ કાઉન્સિલરનું લાલપુર પાસે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત
પાલિકાના પૂર્વ કાઉન્સિલરનું આકસ્મિક નિધન થતા ભાજપ સહિત ઈડર ભોઈ સમાજમાં ઉંડા શોકની લાગણી પ્રસરી
ઈડર નગરપાલિકાના વોર્ડ નં-૩ ના ભાજપના પૂર્વ કાઉન્સિલર અને ઈડર ભોઈ સમાજનું અનમોલ રતન અને યુવા આગેવાન એવા અજીતભાઈ કિશોરભાઈ ભોઈનું અકસ્માતમાં મોત થતાં શહેર ભાજપ સહિત ઈડર ભોઈ સમાજમાં ઊંડા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી પોલીસ ફરિયાદ આધારે બનાવની સંપૂર્ણ વિગત એવી છે કે અજીતભાઈ ભોઈ જેઓ તેમની પાસેનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે.૦૯-ડીકે-૪૯૪૬ લઈને ચિત્રોડા ખાતે ચાલી રહેલ કન્સ્ટ્રક્શનની સાઈટ ઉપર કામ પતાવી આશરે સમી સાંજે ૬:૩૦ વાગ્યાના સુમારે ઈડર ભિલોડા હાઈવે રોડ પર આવેલા લાલપુરથી મોહનપુરા ફાટક વચ્ચે સામેથી એક સ્પ્લેન્ડર બાઈક નંબર આર.જે.૨૭.બિટી-૦૨૧૫ ના ચાલકે પોતાની મોટર સાઈકલ પૂરપાટ ઝડપે અને ગફલતભરી ચલાવી રોંગ સાઈડમાં આવી જઈને અજીતભાઈની બાઈકને સામેથી જોરદાર ટક્કર મારતાં તેઓ બાઈક સાથે નીચે પડ્યા હતા અને ડામર રોડ ઉપર માથાના ભાગે પટકાતા માથાના ભાગે પાછળના નાના મગજના ભાગે અતિ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને ૧૦૮ ની મદદથી ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જ્યારે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



