
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ તા-27 એપ્રિલ : વર્તમાન સમયમાં ભેળસેળના જમાનામાં મિલાવટખોરોએ માજા મુકી છે. ત્યારે સમગ્ર ભારતમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગ્રાહક જાગૃતિનુ અભિયાન ચલાવી રહ્યુ છે. બાળકોથી માંડી વૃધ્ધ સુધી જેની પોષણ માટે જરૂરિયાત રહેલ છે, એવા દૂધ અને દૂધની બનાવટમાં પણ મિલાવટ થતા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ભેળસેળીયાઓ સામે આકરા પગલા લેવા રજૂઆત કરી છે.સમગ્ર રાષ્ટ્રના 400 જિલ્લામાં કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કચ્છ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા જણાવવામાં આવેલ છે કે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં દૂધમાં મિલાવટ કરી મીઠાઈઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં કેમિકલ નાખી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહેલ છે એવુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ અંગે વધુ તપાસ કરી ભેળસેળીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા નયનભાઈ વાંઝા, અલ્પેશભાઇ જાની તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી.








