
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : અરવલ્લી કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

દરવર્ષે તારીખ 21 મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ 21 મે ના રોજ અરવલ્લી કલેકટર કચેરી હેઠળની કચેરીઓમાં કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા. દર વર્ષે, 21 મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.
[wptube id="1252022"]









