DAHOD

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ એક લાખ ની લાંચ લેતા ઝડપાયા

તા.૦૭.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર દાહોદ

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ એક લાખ ની લાંચ લેતા ઝડપાયો

શિક્ષક પાસે થી ટ્રાન્સફર ઓર્ડર આપવા બાબત માંગી લાંચ દાહોદ એસીબી ના છટકા મા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણાધિકારી ની કચેરી ખાતે ગોઠવાઈ ટ્રેપ શિક્ષણાધિકારી મયુર પારેખ એસીબી ના સકંજા મા દાહોદ શિક્ષણ વિભાગ મા ખળભળાટ

આ કામના ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ આફવા પ્રાથમિકશાળા તા.ફતેપુરા જિ.દાહોદમાં બદલી થવા અરજી કાગળો કરેલ જે ફરીયાદીની આફવા પ્રાથમિકશાળા ખાતે બદલી હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપેલ. જે કામે આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રૂ.૪,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ ફરીયાદી પાસે લઈ લીધેલ.આરોપી ફરીયાદી પાસે બાકીના લાંચના નાણાંની વારંવર ઉઘરાણી કરાવતા હોય
ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત

[wptube id="1252022"]
Back to top button