MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવા ખારચીયા ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબીના નવા ખારચીયા ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમ ઝડપાયો


મોરબી: મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રહેણાંક મકાનમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ કોન્સ્ટેબલને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે, યોગેશભાઇ જીવરાજભાઇ ફેફરના કબ્જા ભોગવટાવાળા મકાનના ફળીયામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ- ૬૩૮ કિં.૩,૯૩,૩૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપી યોગેશભાઇ જીવરાજભાઇ ફેફર ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે-નવા ખારચીયા તા.જી.મોરબી વાળાને પકડી પાડી ઇસમની પુછપરછ દરમ્યાન મુદ્દામાલ પોતે લાખાભાઇ ઉર્ફે લાખામામ મેરામભાઇ બાળા રહે-ફડસર તા.જી.મોરબી વાળા પાસેથી વેંચાણથી લીધેલ હોવાની કબુલાત આપતા ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

[wptube id="1252022"]
Back to top button