IDARSABARKANTHA

ઈડર ખાતે ભગવાન જગન્નાથજીની ૨૫ મી ભવ્ય રથયાત્ર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ…

સાબરકાંઠા…

ઈડર ખાતે ભગવાન જગન્નાથજીની
૨૫ મી ભવ્ય રથયાત્ર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ…

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સંપન્ન…

ઈડર શહેરમા નગર ઉત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજના રોજ ૨૫ મી ભવ્ય રથયાત્રા આ વર્ષે ત્રણ રથ સાથે નીકળી હતી જેમા સવારે ૧૦.૩૦ કલાકે મોટા રામદ્વારાથી ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા, ન.પા પૂર્વ પ્રમુખ જયસિંહ તંવર,ઈડર નગર ઉત્સવ સમિતિ પ્રમુખ વિષ્ણુભાઈ સગર અને હિતેન્દ્રભાઈ પટેલ તેમજ પી.સી.પટેલ,અશ્વિન પટેલ દ્વારા રથ ખેંચી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતું જે મોટા રામદ્વારાથી પાંચ હાટડિયા થઈ મોટા કસ્બા પહોંચી હતી જ્યા ઈડર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ જે હિંદુ મુસ્લિમ કોમી એખલાસ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડેલ ત્યારબાદ રથયાત્રા ભાંભીવાસ- ૨ અને નગરપાલિકા ખાતે પહોંચી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ રેલ્વે સ્ટેશન વિસ્તાર જલારામ મંદીર ખાતે પહોંચ્યો હતો જ્યા ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને મામેરું આપવાનો કાર્યક્રમ થયો હતો અને રથયાત્રામા પધારેલ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ઈડર ખાતે નિક્ળેલ રથયાત્રામા અખાડાના અખાડીયનો દ્વારા હેરત અંગેજ પમાડે તેવા અંગ કસરતના ખેલ બતાવવામા આવ્યા હતા સમગ્ર રૂટમા ભાવિક ભક્તો દ્વારા “જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથના નાદ” સાથે ભગવાને નગરચર્યા કરી હતી જે બાદ જલારામ મંદીરથી તિરંગા સર્કલ થઈને ધુલેટા દરવાજાથી ટાવર પહોંચી હતી અને ત્યાંથી ખરાદી બજાર,બંગલા વિસ્તાર થઈને નીજ મંદીર પરત પહોંચી હતી ઈડર શહેરમા પરિક્રમા કરવા નિકળેલ ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ઈડરના નગરજનોએ જુદા જુદા વિસ્તારમા દર્શન કરી અને જાંબુ-મગ તેમજ ચોખાનો પ્રસાદનો લાભ લીધો હતો અને ઈડર શહેર અને આસપાસના ગામડાઓમાથી રથયાત્રામા પધારેલા ભક્તજનોએ ભારે ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી રથયાત્રા પર્વની ઉજવણી કરી હતી જેમા ફાયર બ્રિગેડ અને નગરપાલિકા સ્ટાફ,સિવિલ હોસ્પિટલ સ્ટાફ ખડેપગે હાજર રહ્યા હતા તથા ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમા અને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો જેમા સમગ્ર રથયાત્રા રૂટમા જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા અને ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ તથા ઈડર પી.આઈ પી.એમ.ચૌધરી દ્વારા ગોઠવેલા લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ૨૫ મી રથયાત્રા સુખ શાંતિથી સમ્પન્ન થઈ હતી…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button