
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વાડ ગામના પટેલ ફળિયા વિસ્તારમાં રમેશભાઈ છોટુભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત કે સક્ષમ અધિકારીની કોઈપણ પરવાનગી વિના મરઘા ફાર્મ બનાવેલ છે . જેનાથી અતિશય દુર્ગંધ અને મચ્છર માખીના ઉપદ્રવને કારણે રોગચાળા ફેલાવાની સંભાવના હોય આગેવાનોએ મુખ્યમંત્રીના જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ અનુસંધાને તા. 22.06.23 નાં રોજ યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વાંસદાને નિયમ અનુસારની કાર્યવાહી કરવા જણાવેલ હતું . જે આધારે મામલતદાર ખેરગામ દ્વારા સદર મરધા ફાર્મ બંધ કરાવવામાં આવેલ પરંતુ થોડા દિવસોમાં જ ઉપરોક્ત વ્યક્તિ દ્વારા ફરી મરઘા ફાર્મ શરૂ કરવામાં આવેલ છે ગ્રામ પંચાયત દ્વારા કે અન્ય સરકારી વિભાગો દ્વારા કોઈપણ જાતની પરવાનગી આપેલ ન હોવા છતાં રહેણાંક વિસ્તારમાં મરઘા ફાર્મ શરૂ કરી જાહેર ન્યુસન્સ ઊભું કરેલ છે . અમારે આ બાબતે વાંસદાનાં પ્રાંત અધિકારીને પણ જાહેર ન્યુસન્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અગાઉ ફરિયાદ કરેલ હતી પરંતુ તેનો હજુ સુધી કોઈ નિર્ણય આવેલ નથી મરઘાફાર્મને કારણે સતત 24 કલાક આસપાસના વિસ્તારોમાં ઘરમાં દુર્ગંધ આવતી હોય લોકોનું જીવવાનું નરક બની ગયું હોય તેવી સ્થિતિ અનુભવી રહ્યા છે .કલેકટર દ્વારા કરવામાં આવેલા હુકમ બાદ પણ આ વ્યક્તિ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય ન્યાયના હિતમાં તાત્કાલિક ધોરણે મરઘા ફાર્મ કાયમી બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરાવશો એવી અમારી આગ્રહભરી વિનંતી છે .





