હાલોલ:9 કેન્દ્રો ઉપર તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ, 3300 પરીક્ષાર્થીઓ માંથી 1960 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી

તા.૭.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગુજરાત પંચાયત સેવા પસંગી ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી ની આજ રોજ યોજાયેલ પરીક્ષા માં હાલોલ ખાતે નવ કેન્દ્રો માં 3300 પરીક્ષાર્થીઓ માંથી 1960 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી. જયારે 1340 વિદ્યાર્થીઓ ઘેર હાજર રહ્યા હતા.જોકે યોજાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.રવિવાર ના રોજ રાજ્ય ભરમાં ગુજરાત પંચાયત સેવા પસંગી ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી.જે અંતર્ગત હાલોલ ખાતે પણ નવ કેન્દ્રો ઉપર 3300 ઉમેદવારો ની પરીક્ષા યોજાઈ હતી.જેના પગલે વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમાં સજ્જ બન્યું હતું. તેવીજ રીતે પરીક્ષાર્થીઓ ને આવા જવામાં કોઈ તકલીફ ના પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 15 બસ ફાડવામાં આવી હતી. જોકે પરીક્ષા પૂર્ણ થયાબાદ બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ ની ભારે ભીડ જોવા મળી હતી.જયારે પોલીસ દ્વારા દરેક કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જયારે પરીક્ષા કેન્દ્રો માં કોઈ ઘેરરીતી ના થાય તે માટે દરેક પરીક્ષા ખંડ ને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.











