DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ધોરાજી તાલુકામાં મોટી વાવડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

તા.૨૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીનો લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો

Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી વાવડી ગામે યોજાઈ હતી. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓ સાથેના સંવાદનો વર્ચ્યુઅલ કાર્યક્રમ ગ્રામજનોએ નિહાળ્યો હતો.

કાર્યક્રમ સ્થળે પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ પાઠવતી “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એમ.વાછાણી, વિસ્તરણ અધિકારીશ્રીઓ એમ.પી.સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ સાકરિયા, હાર્દિકભાઈ જાની, જયરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ ગોહેલ, હરેશભાઈ ઘોરી, સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button