
હાલના સમયમાં લોકો અલગ અલગ જાતના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જ્યારે સાયલા તાલુકા ના રહેવાસી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સાયલા તાલુકા પ્રભારી સહદેવભાઈ ઠાકોર ની દીકરી દિવ્યા નો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો જેના જન્મદિવસે સાયલા ખાતે મહા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ કેમ્પમાં કુલ ૩૧ જેટલી બોટલ એકત્રિત કરી બ્લડ બેન્કમાં જમા કરવામાં આવી. સહદેવભાઈ ઠાકોર નાના એવા સામાજિક કાર્યકર છે તેમજ દરેક સમાજને સાથે ચાલીને નાના મોટા કામોમાં મદદગારૂપ થાય છે. જેમની દીકરીને જન્મદિવસની અનેક લોકોએ શુભેચ્છા પાઠવી હતી. આ બ્લડ કેમ્પમાં સાયલા ગ્રામ પંચાયત સરપંચ અજયસિંહ ઝાલા, સામતપર પ્રાથમિક શાળાના આચાર્ય રામભાઈ ઠાકર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ રમેશભાઇ ઉગરેજા, અને ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, સાયલા ગામના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો વગેરે ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા (સાયલા)

