DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ. એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અને વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        સેટલમેન્ટ કમિશનર અને નિયામક જમીન દફતર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન અને જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

        પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં  જિલ્લાના આયોજન કામો તેમજ જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા સિગ્નેચર બ્રિજ, શિવરાજપુર બીચ, કુરાંગા – ખંભાળિયા – દેવરિયા નેશનલ હાઇવે તેમજ સાની ડેમ પ્રગતિ હેઠળના કાર્યો અંગેની સમીક્ષા કરી તાકીદે કામો પૂરા કરવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.

         પ્રભારી સચિવશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોના તાકીદે નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

         સમીક્ષા બેઠકમાં  જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી .ધાનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button