
તા.૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તથા અધિક કલેકટરશ્રી અને નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ તે માટે “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાર જાગૃતિ” સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જસદણ તાલુકાના આટકોટ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉપસ્થિતિ રહેલ હતા. તથા મહિલાઓનું મતદાન વધારવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામે મતદાન માટે શપથ ગ્રહણ કર્યા હતા.

આમ, મહિલાઓ પણ વધુ મતદાન કરે તે માટે “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાન જાગૃતિસભર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આજની યુવાપેઢી પણ મતદાન જાગૃતી કાર્યક્રમમાં વધુ સહભાગી બનીને લોકશાહીને મજબૂત કરવા માટે જિલ્લાના દરેક મતદાતાઓને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરીને લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં પોતાનું યથા યોગદાન આપી રહી છે.









