MORBI:કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષની હત્યા ના વિરોધમા મોટી સંખ્યામાં મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર

કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષની હત્યા ના વિરોધમા મોટી સંખ્યામાં મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર
મોરબી કરણી સેના દ્વારા જીલ્લા કલેકટર મારફત પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ને આવેદન આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના ઘેરા પ્રત્યાધાત સમગ્ર ભારતમાં પડી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા રજપૂત કરણી સેના દ્વારા કલેકટર મારફત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદન આપી જણાવ્યું હતું કે સુખદેવસિંહની હત્યા મામલે રાજપૂત કરણી સેના જ નહિ પરંતુ જાહેરજીવનમાં અગ્રેસર એવા તમામ આગેવાનોની સલામતી અંગે પ્રસ્નાથ ઉપસ્થિત કરે છે.સ્વ.સુખદેવસિંહની હત્યા કરનાર હત્યારાઓને ગિરફતાર કરી કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે નિશ્ચિત કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે વધુમાં આવેદન જણાવ્યું હતું કે જો આ રીતે હત્યાઓનો સીલસીલો યથાવત રહે તો ભવિષ્યમાં જાહેર જીવનમાં પ્રજા માટે કામ કરનારા જાંબાઝ આગેવાનોની સલામતી કેટલી એ પ્રસન સમગ્ર રાષ્ટ્રને ઉદભવે છે.જનતા નો રોષ આંદોલનનું સ્વરૂપ ના લે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે