સાબરકાંઠા…
ઈડર જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને ભારે હાલાકી…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા મથકે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.. છેલ્લા કેટલાક સમયથી સરકારના નિયમો આધારકાર્ડ માં સુધારા વધારા તેમજ અપડેટ કરાવવું ફરિજયાત બન્યું છે.. ઈડર જનસેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડ માં સુધારા વધારા તેમજ અપડેટનાં કામોને લઇ વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.. આધારકાર્ડ નાં કામકાજ અર્થે આવતા અરજદારોને ટોકન લેવાના હોઈ છે અને ત્યાર બાદ ટોકન પ્રકિયા મૂજબ કામ થતુ હોઈ છે.. જૉકે ટોકન લેવા વહેલી સવારથી લાંબી લાઇનો વૃદ્ધો પુરુષો મહિલાઓ સહિત બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.. ત્યારે ટોકન પ્રકિયા મૂજબ થતી કામગીરી સામે તાલુકા મથકોના ગામડા વિસ્તારમાંથી આવતાં અરજદારોને ભારે હાલાકી ભોગવતા હોવા છતાંય એક દિવસમાં કામ પૂર્ણ થતું નથી ત્યારે ગામડાં ઓમાથી આવેલ અરજદારો પોતાનાં કામ ધંધા છોડી તેમજ બાળકો પોતાનો અભ્યાસ છોડી આવતા અરજદારો ની વેદના સાંભળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.. જૉકે હાલ તો અરજદારો ઈડર જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતારોમાં ઉભા રહી ધરમનાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા








