
31 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભચાઉ કચ્છ :- શ્રી નવચેતન અંધજન મંડળ વૃદ્ધાશ્રમ ભચાઉમાં તારીખ ૨૮/૦૩/૨૦૨૩ ના રોજ સંસ્થાના સર્વે અંતેવાસીઓને સરકારશ્રીની વિવિધ હેલ્પલાઇનોની વિગતવાર માહિતી આપતો કાર્યક્રમનું આયોજન કરેલ.કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરી કરવામાં આવેલ.જેમાં સંસ્થાના મંત્રી વનરાજસિંહ આર જાડેજા,માંડવીના સોશિયલ પ્રોટોકશન ઓફિસર શ્રી ભાવેશભાઈ એરડા, એલ્ડર લાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર શ્રી વૈશાલીબેન ગરાસીયા,181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર લક્ષ્મીબેન ગુપ્તા તથા તેમના સાથીદાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ દુર્ગાબેન એન જરૂ સામેલ હતા.ત્યારબાદ સંસ્થાના મંત્રીશ્રી વનરાજસિંહ આર જાડેજાનું પુષ્પગુચ્છ આપી શ્રી ભાવેશભાઈ એરડાએ સન્માન કર્યું હતું.ઉપરાંત સંસ્થાના અંતેવાસી શ્રી વનાભાઈ કોલી,ક્રિષ્નાબા જાડેજા,અને શોભનાબેનએ સન્માન પુષ્પગુચ્છ દ્વારા બાકીના મંચસ્થ મહેમાનો દ્વારા કરવામાં આવેલ.સંસ્થાના મંત્રીશ્રી વનરાજસિંહ આર જાડેજાએ કાર્યક્રમનું શાબ્દિક ઉદબોધન કરેલ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરેલ.ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન “એલ્ડરલાઈન 14567”ની સંપૂર્ણ માહિતી શ્રી ભાવેશભાઈ એરડાએ અને વૈશાલી ગરાસીયા એ આપી હતી અને મહિલા હેલ્પલાઇન 181ની વિગતવાર માહિતી લક્ષ્મીબેને આપી સંસ્થાના સર્વે અંતેવાસીઓને અવગત કર્યા હતા.કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સંસ્થાના કોડીનેટર શ્રી દિલીપભાઈ છત્રોલાએ કર્યું હતું.અને સર્વ અંતેવાસીઓને આ માહિતીનો ઉપયોગ કરી અન્યને મદદ કરવા જણાવ્યું હતું.કાર્યક્રમને અંતે વૈશાલીબેનને સર્વનો આભાર માન્યો હતો.








