ધ્રાંગધ્રા પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 600 કિલોથી વધુ જથ્થાનો ડમ્પીંગ સાઈડ પર નાશ કરાયો.

તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્તી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા ટીમ દ્વારા બજારમાં વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક 600 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક માવાના કાગળ અને પ્લાસ્ટિકના રોલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે 600 કિલો થીવધુ પ્લાસ્ટિકના જથ્થાનો ડમ્પીંગ સાઇડ પર નાશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં હજી પણ આ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ધ્રાંગધ્રાની બજારમાં વેપારીઑ, શાકભાજી વિક્રેતાઓ, પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રા માં વધી રહેલા સિંગલયુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડ લાઇન મુજબ અને ક્લીન ઇન્ડીયા અંતર્ગત નગરપાલિકા દ્વારા અલગ અલગ શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાન દાર પાસે 600 કિલોથી વધુ જથ્થો પકડી પાડેલ હોય અને આજ રોજ નગરપાલિકા પ્રમુખ, કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટીકુમાર પટેલ, પ્રવીણભાઈ રબારી,સેનિટેશન ટીમ જયદેવસિંહ ઝાલા દ્વારા આવા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝબલાનો જથાનો નગરપાલિકાના ટ્રેક્ટરમાં એકઠો કરી પાલિકા ડમ્પિંગ સાઇડ પર યોગ્ય જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવો હતો.





