ARAVALLIMEGHRAJ

અરવલ્લી : રેલ્લાવાડા ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર સમય પહેલા જ બંધ હાલતમાં જોવા મળ્યું, કોઈપણ પ્રકારનો સ્ટાફ હાજર નહિ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રેલ્લાવાડા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમય પહેલા જ બંધ હાલતમાં જોવા મળ્યું, કોઈપણ પ્રકારનો સ્ટાફ હાજર નહિ

સરકાર હંમેશા આરોગ્ય કેન્દ્ર ની તકેદારી રાખી કોઈપણ દર્દીઓ ને હાલાકી ના પડે અને સારી એવી સારવાર મળી રહે તે હેતુ થી કરોડ઼ો અને લાખો રૂપિયા ખર્ચી આરોગ્ય કન્દ્રો તૈયાર કરવામાં આવે છે અને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પણ જ્યાં કેટલાક આરોગ્ય કેન્દ્રો છે ત્યાં કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર સમય પહેલા જ બંધ કરી દેવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના અંતરિયાર વિસ્તારમાં આવેલ રેલ્લાંવાડા ખાતે પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેના સમય પ્રમાણે શરુ થઇ જાય છે પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ થવાના સમય પહેલા જ તાળા લગાયેલા જોવા મળી રહ્યા છે જેમાં એક જાગૃત નાગરિક દ્વારા સાંજના 5:34 કલાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેલ્લાંવાડા ખાતે જતા જોવા મળ્યું તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને અંદરની ભાગમાં મેન દરવાજા પર સમય પહેલાજ જ તારું મારી દેવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારનો સ્ટાફ પણ હાજર જોવા મળ્યો ન હતો વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બહારની બાજુમાં પણ દરવાજો બંધ હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે આ બાબતે આરોગ્ય અધિકારી મેઘરજ નાઓ ને સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે આમ તો આરોગ્ય કેન્દ્ર નો બંધ થવાનો સમય સાંજના છ વાગ્યાં નો છે ત્યારે આરોગ્ય કેન્દ્ર બંધ થવાના સમય પહેલા જ બંધ કરી દેવામાં આવે છે. રેલ્લાંવાડા ખાતે આવેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘણીવાર બંધ કરવાના સમય પહેલા જ બંધ કરી દેવામાં આવે છે તેવી બૂમો સાંભરી છે ત્યારે આજે ફરી એક વાર સમય પહેલા જ બંધ કરી દેવામાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખરેખર શોભાની ગોઠિયા સમાન સાબિત થાય તો નવાઈ નહિ. વધુ માં રેલ્લાંવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જો કોઈ ઇમરજન્સી પેશન્ટ આવે અને જો સ્ટાફ હાજર ના હોય તો જવાબદાર કોણ ત્યારે આ બાબતે રેલ્લાંવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં જે તે અધિકારી આ બાબતે ધ્યાન દોરે અને જરૂરી પગલાં ભરે તે હવે જોવું રહ્યું

[wptube id="1252022"]
Back to top button