ARAVALLIMEGHRAJ

હે રામ ત્રણ ત્રણ મોત માટે કોણ જવાબદાર : 14 વર્ષીય દીકરીને સાપે ડંખ મારતા ભુવાએ ઝેર કાઢવા વિધિ કર્યા બાદ ઝેર પ્રસરતા દીકરીનું મોત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

હે રામ ત્રણ ત્રણ મોત માટે કોણ જવાબદાર : 14 વર્ષીય દીકરીને સાપે ડંખ મારતા ભુવાએ ઝેર કાઢવા વિધિ કર્યા બાદ ઝેર પ્રસરતા દીકરીનું મોત

*અરવલ્લીમાં છેલ્લાં 15 દિવસમાં ત્રણ સર્પદંશ થી બે મહિલા અને એક બાળકીના મોત માટે અંધશ્રદ્ધા જવાબદાર*

*વન વિભાગ તંત્ર દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમો અને અંધશ્રદ્ધા ફેલાવતા ભૂવાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ*

*સર્પદંશનો ભોગ બનેલ વ્યક્તિ અને તેના પરિવારને ભૂવાઓએ અને મંદિરના મહારાજે અંધશ્રદ્ધા દૂર કરી દવાખાને ખસેડવા અપીલ કરવી*

અરવલ્લી જીલ્લામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ વ્યક્તિઓએ અંધશ્રદ્ધાને પગલે સાપ કરડતા ભૂવાઓ પાસે ઝેર ઉતારવા લઇ જતા મોત નિપજતા ભારે ચકચાર મચી છે ભુવાના મોહમાં વધુ એક 14 વર્ષીય દીકરી નું સર્પદંશમાં મોત નીપજ્યું હતું જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જન જાગૃતિના અભાવે બીમારી કે આર્થિક તંગી કે સાપ કરડવાની ઘટનામાં ભૂવાઓ પાસે લોકો મદદ માટે અને બીમારી માટે પહોંચતા રહ્યા છે અનેક લોકો ભુવાના ચક્કરમાં પડી જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો છે છેલ્લા 15 દિવસમાં સાપ કરડતા ત્રણ લોકોના મોત નિપજતા ત્રણે લોકોના મોત માટે જવાબદાર કોણ….?? સર્પનું રેસ્કયુ કરનાર જીવદયા પ્રેમી યુવકો લોકોને સર્પદંશ થતા દવાખાને ખસેડવાની અપીલ કરવા છતાં ભૂવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર આવતા નથી

આજના ટેકનોલોજીનાં યુગમાં મેડીકલ ક્ષેત્રે દુનિયાએ હરણફાળ પ્રગતિ કરી છે છતા કેટલાક લોકો હજી ભુવા-ભગતના ચક્કરમાંથી બહાર આવતા નથી.મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં તબીયાર પરિવારની 14 વર્ષીય સોનલ જીવાભાઈ નામની દીકરી ઘર આગળ ઘાસ કાપતી હતી ત્યારે ઘાસમાં છુપાયેલ કાળોતરાએ ડંખ મારતા બાળકીને ઝેરી અસર થતા ઢળી પડતા પરિવારજનો દોડી આવ્યા હતા અને સાપનું ઝેર ઉતારવા ભુવા પાસે લઈને પહોંચતા ભુવાએ ઝેર ઉતારવાની વિધિ કર્યા બાદ પરિવારજનો ઘરે લઇ ગયા હતા ભુવાએ બતાવેલ વિધિ કર્યા પછી પણ દીકરી ભાનમાં ન આવતા પરિવારજનો મેઘરજ દવાખાને લઇ ગયા હતા જો કે ત્યાં સુધી બાળકીના શરીરમાં ઝેર પ્રસરી મોત નીપજી ચૂક્યું હતું તબીબે દીકરીને મૃત જાહેર કરતા પરિવારજનોએ રોક્કોકળ કરી મૂકી હતી અને ભુવાના ભરોશે અંધશ્રદ્ધામાં ડૂબેલા પરિવારે વ્હાલી સોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો હતો

14 વર્ષની દીકરીને સાપ કરડતા ભુવા પાસે લઇ ગયા બાદ ઝેર ઉતારવાની વિધિ પછી ગણતરીના કલાકોમાં મોત નિપજતાં પરિવારજનો પાસે પસ્તાવો અને આક્રંદ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો માસુમ બાળાને અંધશ્રદ્ધા ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે અને લોકોને સર્પદંશ અને બીમારીમાં ગેરમાર્ગે દોરાતા ભૂવાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની તાતી જરૂરિયાત છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button