તા.૨૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
મહિલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ (સીટી)માં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩માં અમુક બેઠકો ખાલી રહેલ છે. આથી, પ્રવેશ માટે ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી ફોર્મ ભરી રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી, જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને પ્રવેશ મેળવેલ ન હોય તેમણે ફરીથી રજીસ્ટ્રેશન ફી ભર્યા વગર ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સંબંધિત સંસ્થા ખાતે જમા કરાવવાનું રહેશે.
બેઠકો ભરવાની ચોથા રાઉન્ડની કાર્યવાહી મહિલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ (સીટી) ખાતે કરવામાં આવનાર છે. આ માટે જે તે સંસ્થા કક્ષાએ તા.૨૩/૦૮/૨૦૨૩થી તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તા.૦૧/૦૯/૨૦૨૩ થી પ્રવેશ સત્ર શરુ થશે, તેમ મહિલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ(સીટી)ના આચાર્યશ્રીની યાદીમાં જણાવ્યું છે.








