મોરબી : છરીના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

મોરબી : છરીના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
મોરબીના સરદાર રોડ પર પ્રેમ સંબંધ બાબતે ચાલતી માથાકૂટમાં ત્રણ ઇસમોએ યુવાનને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી હોય જે બનાવ મામલે ગુનો નોંધી પોલીસે ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૫ એપ્રિલના રાત્રીના સુમારે સરદાર રોડ પર સહકારી મંડળી વાળી શેરીમાં હિરેન જગદીશભાઈ ભટ્ટ અને તેનો મિત્ર ખોડીયાર પાન પાસે બેસેલ હોય ત્યારે રણજીતસિંહ વાઘેલા, મહિપતસિંહ વાઘેલાને હિરેન ભટ્ટ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ મામલે અગાઉથી માથાકૂટ ચાલતી હોય જેથી આરોપી મહિપતસિંહ વાઘેલા, રણજીતસિંહ વાઘેલા અને એક અજાણ્યો ઇસમ આવીને હિરેન ભટ્ટને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયા હતા જે હત્યાના બમાવ મામલે મૃતકના માતા ચંદ્રિકાબેન ભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
જે હત્યાના બનાવને પગલે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી ટીમે તપાસ ચલાવી હતી જેમાં હુમન સોર્સીસ તેમજ ટેકનોલોજીના માધ્યમથી ગુનાને અંજામ આપનાર રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (ઉ.વ.૪૦) , મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) અને જીગરસિંહ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (ઉ.વ.૨૦) રહે ત્રણેય હાલ યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઈ તા. ચાણસ્મા પાટણ જીલ્લા વાળાને ઝડપી લીધા હતા અને એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યા હતા