
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાના કુલ-3332 આવાસોનું ખાતમુહુર્ત તથા 247 આવાસોનું લોકાર્પણ કરાયુ :
આહવા ખાતે શ્રીમતી સુંદરબેન ગાવિતને ગૃહ પ્રવેશ કરાવતા વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલ :
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ માટે બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાના 66 ગ્રામ પંચાયતોના કુલ 247 આવાસોના ઈ-લોકાર્પણ થયા હતા.
આહવા ખાતે સ્થાનિક કક્ષાના કાર્યક્રમમા વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમા આહવા ખાતે શ્રી વિજયભાઇ પટેલે પધાધિકારીશ્રીઓ તથા વહીવટી તંત્ર સાથે આહવાના રહેવાસી શ્રીમતી સુંદરબેન ગાવિતને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ડાંગ જિલ્લામા કુલ 247 આવાસોનુ આજે લોકાર્પણ કરવામા આવ્યુ છે. તેમજ જિલ્લામા 3332 આવાસોનુ ખાતમુહર્ત કરવામા આવ્યુ છે. શ્રી વિજયભાઇએ વધુમા ઉમેર્યુ હતુ કે, ડાંગ જિલ્લામા સમય મર્યાદામા આવસ પુર્ણ થાય તે માટે તેઓ સતત ચિંતીત છે. તેમજ બાકી રહેલા મકાનો ટુંક સમય મર્યાદામા પુર્ણ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષપદે જિલ્લા કલેક્ટરશ્રી, પધાધિકારીઓ તેમજ અધિકારીઓએ તાલુકા પંચાયત કચેરી સભાખંડમા અમૃત આવાસોત્સવનુ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતુ. આ ઉપરાતં જિલ્લાની 66 ગ્રામ પંચાયતોમા સ્થાનિક પધાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી શિવાજી તબિયાડ, આહવા તાલુકા પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, આહવા ગ્રામ પંચાયતના સંરપચશ્રી હરિચંદભાઇ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








