BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર પોલીસ દ્વારા સંખેડા કન્યા શાળા માં સૂરક્ષા સેતૂ અંતર્ગત મહિલાઓ ને સ્વબચાવ ની તાલીમ અપાઇ.

આજરોજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખ સાહેબ ના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ કે. રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અને નયા સંકલ્પ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી અને જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના સંકલન થી સંખેડા તાલુકાની કન્યા શાળા ની ૩૪૧ જેટલી વિધાર્થીની બહેનોને સ્વબચાવ ની તાલીમ સંસ્થા દ્વારા નિમણૂક કરેલ રોહિણીબેન પટેલ અને સંસ્થા ની ટીમ દ્વારા આપવામા આવી હતી. તાલીમ બાદ વિધાર્થીની બેહનોને કાનૂન વિષેની માહિતી સંખેડા મ પોલીસ સ્ટેશન ના પોલીસ કોસ્ટેબલ મહેશભાઈ તેમજ દ્વારા આપવામા આવી હતી. તેમજ સંખેડા પોલિસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી. એમ.એચ.જાદવ સાહેબ,કન્યાના શાળા ના આચાર્ય તેમજ સંસ્થા ના પ્રમુખ શ્રી જાબીરહુસેન એન.મલેક અને મંત્રી ખલીલ શેખ દ્વારા વિધાર્થીની બહેનોને ભવિષ્યમા આવા આવનાર સમયમા પોતાની સૂરક્ષા કરે તે તાલીમ બદલ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button