વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર હેઠળ સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આહવા-ડાંગ દ્વારા તાલુકા કક્ષાના ભરતીમેળાનુ આયોજન કરવામા આવેલ છે.
આ ભરતીમેળાનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને ખાનગીક્ષેત્રોમા સારી નોકરી મળી રહે અને પોતે પગભર થાય તે માટેનો છે. ભરતીમેળામા સિક્યુરીટી સ્કિલ કાઉન્સીલ ઇન્ડીયા લી. માણસાના નોકરીદાતા હાજર રહી, ડાંગ જિલ્લાના દરેક તાલુકાના યુવાનોને નોકરીની તકો પુરી પાડશે. જેથી ડાંગ જિલ્લાના નોકરીવાચ્છું ઉમેદવારોને તા. ૧૭/૦૨/૨૦૨૩ના રોજ પ્રાથમિક શાળા, રાજેંદ્રપુર (વઘઇ) ખાતે, તા. ૧૮/૦૨/૨૦૨૩ ના રોજ પ્રાથમિક શાળા-મીલપાડા (આહવા), તા. ૧૯/૦૨/૨૦૨૩ ના રોજ તાલુકા શાળા-સુબીર તેમજ તા. ૨૦/૦૨/૨૦૨૩ રોજ જિલ્લા રોજગાર કચેરી આહવા-ડાંગ ખાતે હાજર રહી નોકરીની ઉત્તમ તક મેળવા ડાંગ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદભાઇ ભોયે દ્વારા જણાવાયુ છે. વધુ માહિતી માટે ૧) ૬૩૫૭૩૯૦૩૯૦, ૨) ૯૫૭૪૬૩૯૯૯૫ સંપર્ક સાધવા જણાવાયુ છે.








