BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય,વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત “રક્ષા બંધન પર્વ”ની ઉજવણી કરવામાં આવી

29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-26 ઓગસ્ટ 23 ના રોજ ‘અમૃત મહોત્સવ” અંતર્ગત પ્રાર્થના સભામાં ‘રક્ષા બંધન પર્વ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે પરમ પૂજ્યશ્રી સુખદેવજી મહારાજ (વેદાંત આશ્રમ, સતલાસણા) ઉપસ્થિત રહ્યા હતા. જેમને શાળાના આચાર્યશ્રીએ સાલથી સન્માનિત કર્યા હતા. રક્ષા બંધન પર્વ વિષે ધો-9 ની વિદ્યાર્થિની ફલક જહાં પઠાણે રોચક વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન ગીત રજૂ કરવામાં આવ્યું હતું. રક્ષા- વિધિમાં પ્રતિક રૂપે લશ્કરી દળ, પોલીસ દળ વગેરેમાં ફરજ બજાવતા હોય, નિવૃત્ત થયા હોય અથવા દેશની રક્ષા કાજે શહીદ થયા હોય તેવા વાલીઓના વિદ્યાર્થી ભાઈઓને વિદ્યાર્થિની બહેનોએ રાખી બાંઘી હતી. આ સાથે દરેક ધોરણ વાઇઝ પણ “રક્ષા બંધન પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા તરફથી વર્ગ વાઈઝ દરેક વર્ગની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના હસ્તે ચોપડા આપવામાં આવ્યા હતા.રક્ષા બંધન પર્વમાં ઉપસ્થિત પરમ પૂજ્યશ્રી સુખદેવજી મહારાજે (વેદાંત આશ્રમ, સતલાસણા) પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રક્ષા બંધન વિષે ભગવાન નારાયણ, બાલી રાજા અને દેવી લક્ષ્મીજીની કથાનક દ્વારા રાખીના મહત્ત્વ વિષે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. આ સાથે ઉત્તમ શિક્ષણ થકી આદર્શ વ્યક્તિત્વ બનાવી દેશહિત માટે સ્વચ્છતા, ત્યાગની ભાવના, નારી સન્માન વગેરે ગુણો કેળવી દેશસેવા માટે તપ્તર રહેવા વિદ્યાર્થીઓને સદ્રષ્ટાંત પ્રેરણા આપી હતી. આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. જે બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button