MORBIMORBI CITY / TALUKOTANKARA

મોરબી – ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં 74માં પ્રજાસત્તાક પર્વ અને શાળાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મોરબી – ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં 74માં પ્રજાસત્તાક પર્વ અને શાળાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં 74માં પ્રજાસત્તાક પર્વ અંતર્ગત “દીકરીની સલામ દેશને નામ” થીમ અંતર્ગત ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી.ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની બરાસરા તેજસ્વી અશ્વિનભાઈના હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું.


ઘ્વજવંદન બાદ શાળાના કુલ 350 વિદ્યાર્થીઓમાંથી 330 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વકતવ્યો અને તૈયાર કરવામાં આવેલ ભવ્ય રંગારંગ અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.કાર્યક્રમ નિહાળી ગ્રામજનો,મહેમાનો અને દાતાઓ તરફથી શાળાને માતબર રકમનું દાન અને પ્રોત્સાહક ઈનામો પ્રાપ્ત થયા.પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે શાળાના 100માં વર્ષમાં પ્રવેશ બદલ શતાબ્દી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી.સાથે સાથે વિદ્યાની દેવી સરસ્વતી માતાના પ્રાગટય દિન


” વસંત પંચમી” ,”નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ” અને ” રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની પણ ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી સન્માન,જેમની ઘેર દિકરીઓનું અવતરણ થયેલ છે તેવી માતાઓનું સન્માન અને તમામ દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.શાળામાં 25 વર્ષની સળંગ નોકરી પૂર્ણ કરનાર સિનિયર શિક્ષકશ્રી શૈલેષભાઈ એ.ઝાલરીયાનું શાળા પરિવાર દ્વારા વિશિષ્ટ અદકેરું સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સરપંચશ્રી,ગ્રામ પંચાયત બોડી,એસ.એમ.સી તેમજ ખૂબજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.દાતાઓ દ્વારા શાળાના સંપૂર્ણ ભૌતિક વિકાસ માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.માતૃશ્રી.સમરતબેન ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈના સ્વ.મનુકાકા અને સ્વ.હિંમતકાકા મહેતા પરિવાર દ્વારા તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.શાળાના શિક્ષકશ્રી રાજેશ જે.મોકાસણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.કાર્યક્રમને અનેરો ઉત્સાહ અર્પિત કરવામાં ‘ક્રિષ્ના મંડપ સર્વીસ’ ના સોમનાથભાઈ શેરસિયા અને ‘ ખોડિયાર સાઉન્ડ’ ના ખાનોજભાઈ બગથરીયાનો વિશિષ્ટ સહયોગ મળ્યો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી.

[wptube id="1252022"]
Back to top button