સુરેન્દ્રનગરના શિશુગૃહમાં ત્યજાયેલા કે અનાથ બાળકોને આશ્રય અપાય છે.
બાળકોની માતા બનીને છેલ્લા 19 વર્ષથી સાચવતી 4 બહેનોએ આવા 100થી વધુ બાળકો માટે માતા પુરવાર થઇ.

તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બાળકોની માતા બનીને છેલ્લા 19 વર્ષથી સાચવતી 4 બહેનોએ આવા 100થી વધુ બાળકો માટે માતા પુરવાર થઇ.
સુરેન્દ્રનગરમાં જિલ્લા સમાજ સુરક્ષા અંતર્ગત શિશુ ગૃહ જયા ખાસ કરીને ત્યજી દેવાયેલા તાજા જન્મેલા બાળકો, અનાથ કે પછી કોઇ જગ્યાએથી એકલા મળી આવેલા બાળકોને રાખવામાં આવે છે આ સંસ્થાની ચાર મહિલા આવા ત્યજાયેલા અનાથ બાળકોની જશોદા બની માતાની જેમ ઉછેર કરે છે આ અંગે સંસ્થામાં વર્ષ 2004થી આસ્માબેન ચુડેસરા, વર્ષ 2011થી કુસુમબેન ચાવડા, પાંચ વર્ષથી મનીષાબેન પટેલ અને અફસાનાબેન મલેકે જણાવ્યુ કે સંસ્થામાં જયારે ત્યજી દેવામાં આવેલુ તાજુ જન્મેલુ બાળક આવે છે ત્યારે ખુબ દુ:ખ થાય છે અને અમેરિકાથી 35 વર્ષે બાળકી મળવા આવી આ સંસ્થામાં વર્ષો પહેલા સુબા નામની દિકરી તરછોડાયેલી મળી હતી તેને તે વખતના કેરટેકર તારાબેન પાટડીયાએ તેને સાચવી હતી 35 વર્ષ બાદ થોડા સમય પહેલા અમૈરિકાથી સંસ્થામાં તેના કેર ટેકરને મળવા આવી હતી જે રીટાયર્ડ થયાનું જણાતા તારાબેનના ઘેર જઇ મળી હતી દરમિયાન કુસુમબેન ચાવડા કહે છે કે ચોટીલાના જાનીવડલીથી એક બાળકી મળી હતી જેને સ્નેહા નામ આપેલુ જેને ઢીંચણ સુધી શ્વાનોએ બચકાં ભરી લેતા તેને સ્પેશ્યલ કેસમાં સાચવીને મોટી કરી સાત વર્ષ સુધી સંસ્થા રાખી તેને પુના દત્તક અપાઇ હતી જે 11 વર્ષ બાદ મળવા આવતા યાદો તાજી થઇ ગઇ હતી ગટરમાંથી મળેલી બાળકીનું જીવન બચાવ્યાની ખુશી અસ્માબેન ચુડેશરાએ જણાવ્યુ કે ભરાડા ગામે થોડા સમય પહેલા તાજી જન્મેલી બાળકી ગટરમાંથી મળતા તેને અહીં લવાઇ ત્યારે માત્ર 1 કિલો 500 ગ્રામની હતી જેને સમયાંતરે દૂધ આપવુ સહિત દેખભાળથી તેનું વજન 6 કિલો થયુ હતુ હાલ તેને મુંબઇ દત્તક અપાઇ તેનું જીવન બચ્યુ અને સારૂ જીવશે એ વાતની ખુશી છે.





