
તા.૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા આંગણવાડીઓ મા ફ્રુટ,ગરમ નાસ્તા, મંગળદીન ઉજવણી ના બીલો રકમ ઘણા લાંબા સમયથી ચૂકવણી કરવામાં આવી નથી. રાજકોટ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર કચેરી ને આ અંગે જાણ કરવામા આવી હતી છતા કોઈ બીલો રકમ ચૂકવણી કરવામા આવી નથી.
જસદણ તાલુકા આંગણવાડી વર્કર બહેનો મજબૂર બની ગયા છે ઘણા લાંબા સમયથી બીલો ની રકમ ચૂકવણી કરવામા આવી ના હોવાથી પોતાના ઘરના પૈસે ખરીદી ઓ કરીને બાળકો ને જમાડવા મજબૂર બની ગયા છે.
એક બાજુ સરકાર કુપોષણ મુક્ત ગુજરાત માટે સતત કર્યો યોજના ઓ કરી રહી છે તો બીજી બાજુ આ તાલુકા ઓ મા બીલો રકમ ચૂકવણી થતી નથી તો આના જવાબદાર કોણ જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારી ઓ કે તાલુકા કક્ષાએ બેઠેલા અધિકારીઓ??
આજ રોજ જસદણ તાલુકાના તમામ વર્કરો એ તમામ લાગતા વળગતા અધિકારીઓ ને આવેદન આપી ને બીલો માટે પોતાની વેદના રજૂ કરી હતી.