ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં પંચાયત દ્વારા બનાવેલા RCC રોડ ની તપાસ અધ્ધર તાલ : તાલુકા અધિકારી અને એસોની થઇ ગઈ બદલી, જિલ્લા અધિકારી પણ મૌન.?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ તાલુકામાં પંચાયત દ્વારા બનાવેલા RCC રોડ ની તપાસ અધ્ધર તાલ : તાલુકા અધિકારી અને એસોની થઇ ગઈ બદલી, જિલ્લા અધિકારી પણ મૌન.?

અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને RCC રોડ તેમજ મનરેગા કામોમાં મસ મોટો ભ્રસ્ટાચાર થવાના ઘણા ખરા કામો સામે આવે તો નવાઈ નહિ પણ આ બાબતે જાણે કે વહીવટી તંત્ર કે પછી જિલ્લા અધિકારી સહીત અનેક લોકો મૌન છે કે શું.? એ એક સરગતો સવાલ છે છેલ્લા કેટલાય સમય થી મેઘરજ તાલુકાની અંદર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા RCC રોડમાં મસ મોટો ભ્રષ્ટાચાર છે આ બાબતે ઘણા અહેવાલ રજુ કરાયા છતાં કોઈ જ તપાસ થઇ નહિ અને તપાસ થાય તેના પહેલા તો મેઘરજ તાલુકા અધિકારી તેમજ SO ની તાત્કાલિક બદલી થતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યું છે આ બાબતે જિલ્લા અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે તપાસ કરાવીશું પણ આજે પણ છેલ્લા કેટલાય મહિનાથી આ બાબતે કોઈજ તપાસ હાથ ધરવામાં આવી નથી ત્યારે મેઘરજ તાલુકા અધિકારી ગોવિંદભાઇ (બદલી થયેલ )સાથે રસ્તા ની તપાસ બાબતે પણ પૂછવામાં આવ્યું હતું તો તેમણે જણાવ્યું હતું કે એસો જોડે મેં માહિતી માંગી હતી પણ એમને ગોર ગોર જવાબ આપેલ જે મેં માન્ય રાખેલ ન હતો તેવું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબતે હજુ પણ તપાસ અધ્ધર તાલ છે રસ્તા ના બાબતે ત્યારે હવે આગામી દિવસોમાં જો તપાસ નઈ થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે હાલ મેઘરજ તાલુકાના છેલ્લા એક વર્ષમાં બનાવેલા RCC રસ્તાઓ ની તપાસ કરવામાં આવે અને ટેસ્ટ રિપોર્ટ લેવામાં આવે તો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહિ, હવે જોવાનું રહ્યું કે શું તપાસ થશે કે પછી અધિકારીઓ મૌન રેહશે.

[wptube id="1252022"]
Back to top button