MORBI:મોરબી નગરપાલિકા નેવાના પાણી મોભિયે ચડાવવાનો પ્રયત્ન કરે અને ભોગવે આમ જનતા !

મોરબી નગરપાલિકા નેવાના પાણી મોભિયે ચડાવવાનો પ્રયત્ન કરે અને ભોગવે આમ જનતા !

મોરબી નગરપાલિકાએ બનાવેલ મોટાભાગના રોડ પર પાણી નિકાલ અને લેવલની મોટી સમસ્યા
ત્રણ વર્ષની ગેરંટી વાળા રોડ એક વર્ષમાં જ તૂટી ગયા તેમ છતાં એક પણ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ ફરિયાદ નહીં
શહેરના મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઊંચા અને શેરીઓ ગલિયો ના લેવલ નીચા હોવાથી ઠેર ઠેર પાણી ભરાય છે.
રાજાશાહી વખતના કુદરતી પાણી નિકાલના હોકરાઓ ઉપર ગેરકાયદેસર બાંધકામ તેમ છતાં પણ નગરપાલિકા મૌન !

રજવાડા વખતનું એક સમયનું સૌરાષ્ટ્રનું પેનીસ ગણાતું મોરબી શહેર આજે સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ ને આધારે પ્રખ્યાત છે તેની સાથે સાથે સુવિધા આપવામાં પણ ઝીરો નંબર થી પ્રખ્યાત છે. આમ જો મોરબી નગરપાલિકાની વાત કરીએ તો ગુજરાત સરકાર ની એ ગ્રેડની નગરપાલિકા છે જ્યાં ડી ગ્રેડ ના કામો જોવા મળશે. મોરબી નગરપાલિકાના એન્જિનિયરોની ખાસિયત તો એવી છે કે સિમેન્ટ રોડ બની ગયેલ હોય જે છ-આઠ મહિનામાં તૂટી જતા તેના પર ડામરના થીગડા મારે છે, જ્યાં ડામર રોડ હોય અને તે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય અને ખાડા પડી જાય તો તેના પર પેવર બ્લોક ના થીગડા મારે છે અને જ્યાં પેવર બ્લોક મારેલા હોય તે બિસ્માથ હાલતમાં થઈ જાય તો ત્યાં સિમેન્ટ કપચીના થીગડાં મારવામાં આવે છે આજે મોરબીના મુખ્ય માર્ગોમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને થીકડાઓ મારેલા હોય છે બીજી તરફ મોરબી નગરપાલિકાના અમલદારો નેતાઓ કે એન્જિનિયરો પોતાની મન અરજી મુજબ ના કામો કરીને જનતાને પરેશાન કરી રહ્યા હોય છે ઉદાહરણ સ્વરૂપ મોરબી નગર પાલિકા પાસેથી પસાર થતો રવાપર રોડ જે VVIP રોડ તરીકે પ્રખ્યાત છે જેના પર માત્ર નગર પાલિકાએ થી માત્ર 100 મીટરના અંતરે આવેલ ચકીયા હનુમાન મંદિરની હાલત પરથી જાણીએ. ગત ચોમાસા પહેલા નગરપાલિકાએ આ રોડ પર સમારકામ કર્યું ચકીય હનુમાન મંદિર આગળથી રામચોક સુધી પેવર બ્લોક નાખેલ મજાની તો વાત એ છે કે અધિકારીઓ અને એન્જિનિયરો એ નેવાના પાણી મોભિયે ચડાવવાનો પ્રયત્ન કર્યો કેમકે કુદરતી પાણી નિકાલ નો ઢાળ ગાંધી ચોક થી લઈને રામચોક સુધી નાલામાં હતો પરંતુ નગરપાલિકાની મહેરબાનીથી વચ્ચે પેવર બ્લોક નાખી ચકિયાં હનુમાનથી રામચોક સુધી આઠ ઇંચ જેટલો રોડ ઉંચો કરી નાખવામાં આવ્યો જેના કારણે ગત ચોમાસે આ જગ્યા ચાકિય હનુમાન વાળા વિસ્તારમાં ભરપૂર પાણી ભરાઈ ગયું જેનું મુખ્ય કારણ રોડ પર નો ઉલટો ઢાલ હતો. ગત ચોમાસે આજુબાજુના દુકાનદારો ખૂબ પરેશાન થયા અનેક વખત તંત્રને રજૂઆત કરી ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર જેમ પાણી નિકાલ માટે ધોરિયો કરવામાં આવે તેમ ધોરિયો કરવામાં આવ્યો જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી અને લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ અને સોશિયલ મીડિયામાં નગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરની આવડતને સો સો સલામ થતા ધોરીયાને કાઢી સંપૂર્ણ રોડ તોડી નાખી પાણીનો નિકાલ કરવામાં આવ્યો આ કામગીરીના કારણે ચાલિયા હનુમાન મંદિર રોડ કરતાં એક ફૂટ ઊંચું જતું રહ્યું જેના કારણે સદભાવના હોસ્પિટલ તેમજ બોઇઝ સ્કૂલ થી આવતા લોકોને પારાવાર તકલીફ પડી રહી છે તેમજ ચાલિયા હનુમાનની સામે આવેલ રાજેશ સાડીવાળી શેરીમાંથી પણ પસાર થતા લોકોને પણ પારાવાર તકલીફનો સામનો કરી રહ્યા છે. કેમકે નાના વાહનો એક ફૂટ નીચા ઉતારવામાં ભટકાતા હોય છે જ્યારે ફોરવીલ ગાડીઓને પણ ચડાવવામાં તકલીફ પડતી હોય છે. આ પરિસ્થિતિ છેલ્લા એકાદ માસથી હોવા છતાં મોરબી નગરપાલિકાની આંખ નથી ખુલતી કે ત્યાંથી પસાર થતા લોકોને વિરોધ કરવાનો સમય પણ નથી આ રોડ પરથી લાખોની ગાડીઓ કાચ ચડાવીને પસાર થઈ રહી છે ત્યારે મોરબી શહેરની આબરૂ ની કોઈને પડી ના હોય તેમ જેમ ચાલે છે તેમ ચાલવા દો જેવી સ્થિતિ ઊભી થઈ છે. મોરબી નગરપાલિકાની હાલની બોડી ઝુલતા પુલ દુર્ઘટનાના કારણે સુપર સીટ કરવામાં આવી છે ત્યારે કાયમી નગરપાલિકા ચીફ ઓફિસરની પણ નિમણૂક કરીને મોરબી ઉપર ગુજરાત સરકાર કે નેતાઓ મહેરબાન થતા નથી હવે જોવાનું એ રહ્યું કે ક્યાં સુધી આ વિસ્તારના દુકાનદારો અને રાહદારીઓ મોરબી પાલિકાએ નેવાના પાણી મોભિયે ચડાવ્યાના પ્રયત્ન ને સહન કરે છે.








