સરદારક્રુષિનગર દાંતિવાડા ક્રુષિ યુનીવર્સીટી દ્વારા એન. એન. એસ. અંતર્ગત એક ૭ દિવસિય ખાસ શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ મગરવાડા ખાતે યોજાયો


સરદારક્રુષિનગર દાંતિવાડા ક્રુષિ યુનીવર્સીટી દ્વારા એન. એન. એસ. અંતર્ગત એક ૭ દિવસિય ખાસ શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ મગરવાડા ખાતે યોજાયો
સરદારક્રુષિનગર દાંતિવાડા ક્રુષિ યુનીવર્સીટી દ્વારા તમામ મહાવિધ્યાલયો અને પોલિટેક્નિકના ૧૫૦ સ્વયસેવકો માટે એન. એન. એસ. અંતર્ગત એક ૭ દિવસિય ખાસ શિબિરનુ આયોજન નિયામક્શ્રી, વિધાર્થિ કલ્યાણની કચેરી દ્વારા મુ. મગરવાડા તાલુકો વડગામ ખાતે તારિખ ૧૪ થી ૨૦ ,માર્ચ ૨૦૨૩ દરમિયાન કરવામા આવ્યુ. જેનો ઉદ્ઘાટન સમારમ્ભ આજ તારિખ ૧૪ માર્ચ ૨૦૨૩ રોજ પરમ પુજ્ય શ્રી વીજય સોમજી મહારાજ સાહેબશ્રી, ગાદીપતીશ્રી, શ્રી મનિભદ્રવીર મંદિર, મગરવાડાની પ્રેરક ઉપસ્થિતિમા અને શ્રીમતિ રમિલાબેન લવજીભાઇ રાણા, સરપંચશ્રી, શ્રી કેસરભાઇ ઉપલાણા સદસ્ય શ્રી, તાલુકા પંચાયત વડગામ, શ્રી માનસંગભાઇ ઉપલાણા, પુર્વ પ્રમુખશ્રી, વડ્ગામ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદ્સ્યો તેમજ અત્રેનિ યુનિવર્સિટીના ડો. કે. પી. ઠાકર, નિયામક્શ્રી, વિધાર્થિ કલ્યાણ, ડો. એસ. ડી. સોલંકી, ડીનશ્રી, ક્રુષિ ફેકલ્ટી, ડો. આઇ. એન. પટેલ ડીન, ફુડ ટેકનોલોજી કોલેજ, ડો. બી. જી. પટેલ, ડીનશ્રી, હોમ સાયન્સ કોલેજ, ડો. વી. એમ. મોદી, ડીનશ્રી એંજીનિયરિંગ કોલેજ, ડો. એચ. એન. ભદોરિયા, ચિફ વોર્ડનશ્રી તથા તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, વિશાલ સંખ્યમા ગ્રામજનો તથા માધ્યમિક શાળાના બાળકો ઉપસ્થીત રહ્યા હતા.
ડો. કે. પી. ઠાકર, નિયામક્શ્રી, વિધાર્થિ કલ્યાણએ સાત દિવસ સુધિ કરવામા આવનાર પ્રવુતિઓ જેવીકે સ્વચ્છતા અભિયાન, પ્રાક્રુતિક ખેતી, બાગાયતી ખેતી, બેકરી તાલિમ, મતદાન જાગ્રુતી, મિલેટના કર્યક્રમો, બેટીબચાઓ, કુરીવાજ નાબુદી, સાંસ્ક્રુતિક કર્યક્રમોથી દરેક્ને વાકેફ કર્યા હતા. સરપંચશ્રીએ પણ જાણાવ્યુ કે ગામ તરફથી પુરતો સાથ સહકાર મળતો રહેશે અને સમગ્ર ગામ આ સેવાકિય કાર્યમા જોડાશે. પરમ પુજ્ય શ્રી વીજય સોમજી મહારાજ સાહેબશ્રી, ગાદીપતીશ્રી, શ્રી મનિભદ્રવીર મંદિરે પોતાના અશિર્વચનમા જણાવ્યુકે આવી શિબિરથી લોકોમા એક હકારાત્મક સંદેશો જશે. ગામના લોકો પણ આ શિબિરનો લાભ લે તેવુ અહ્વાન કરેલ.
પ્રથમ દિવસે તમામ સ્વયમ સેવકો ગામ મોજણીમા જોડાયા અને શાળા પરિસર તથા મંદિરની બહારના ભાગે સફાઇ હાથ ધરી. આ સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે નિયામક્શ્રી, વિધાર્થિ કલ્યાણની કચેરી અને તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



