BHUJKUTCH

કચ્છ જિલ્લામાં માંડવી તાલુકામાં ૬૨, અંજાર તાલુકામાં ૧૫ અને ભચાઉ તાલુકામાં ૫૪ પ્રસુતાઓને સલામત સ્થળાંતરે ખસેડાશે.

૧૩-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

વાવાઝોડાની સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન.

ભુજ કચ્છ :- કચ્છમાં “બિપરજોય” વાવાઝોડાની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ અસરગ્રસ્ત વિસ્તારની પ્રસુતાઓને સલામત આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવશે.જિલ્લા કલેકટરશ્રીના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું છે અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી છે, જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. ઉપરાંત નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) સગર્ભા માતાઓ તથા અન્ય સગર્ભા માતાઓને જેમને પ્રસુતિની વાર તેઓને સલામતી માટે પી.એચ.સી, સી.એચ.સી. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવશે. છે. ભચાઉ તાલુકામાં ૫૪ સર્ગભા મહિલાઓને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ટીએચઓ ડો.નારાયણસિંગ દ્વારા જણાવાયું હતું .જયારે અંજાર તાલુકામાં ૧૫ પ્રસુતાને આરોગ્ય કેન્દ્રમાં સ્થળાંતરીત કરવામાં આવશે. જયારે માંડવી તાલુકામાં ગઇકાલથી કુલ ૬૨ પ્રસુતાઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાંથી ૧૮ પ્રસુતાઓની ગઇકાલે સફતળાપૂર્વક ડિલીવરી થઇ ગઇ હોવાનું ટીએચઓશ્રી કૈલાશપતિ પાસવાને જણાવ્યું હતું. જયારે બાકીની પ્રસુતાઓને તાલુકાના ચાર આરોગ્ય કેન્દ્ર ખાતે કામગીરી ચાલી રહી છે.

[wptube id="1252022"]
Back to top button