JUNAGADH RURAL

કેશોદ ખાતે નિઃશુલ્ક પાણીનાં કુંડાનું વીતરણ કરવામાં આવ્યું

કેશોદ ખાતે નિઃશુલ્ક પાણીનાં કુંડાનું વીતરણ કરવામાં આવ્યું

ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસદજી મહારાજના 75 માં પ્રાગટય ‘ અમૃત મહોત્સવ ‘ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવુતિઓ કરવામાં આવી રહી છે.આજરોજ કેશોદ નાં માંગરોળ રોડ પર મીરા મેડિકલ પાસે નિઃશુલ્ક પક્ષીઓને પીવાના પાણીનાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ નાં પ્રમુખ ઘનશ્યામભાઇ પટોડીયા, જીતુભાઇ ગોટેચા, ભીખુભાઈ ગોટેચ નાં અથાગ પ્રયત્નો થી નહીં નફો નહીં નુકસાન ના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button