
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
તારીખ 15/08/2023 સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “આઝાદી કે રંગ યોગ કે સંગ” કાર્યક્રમ અરવલ્લી જીલ્લાના મેઘરજ મુકામે શ્રી હરિઓમ વિદ્યાલય, મેઘરજ ખાતે ઉજવાઈ ગયો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “આઝાદી કે રંગ યોગ કે સંગ” કાર્યક્રમ અરવલ્લીજીલ્લામાં ઉજવવામાં આવ્યો. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડ અને હાર્ટફૂલનેશ સંસ્થાના સહયોગ થી સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ જેમાં સ્થાનિક સંસ્થા શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ દ્વારા ઉર્જા યુક્ત સહયોગ રહ્યો, સવારે 08:૦૦ કલાકે થી ધ્યાન યોગ કાર્યક્રમ નું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના નિષ્ણાત યોગ કોચ હિતેન્દ્રભાઈ પંચાલ, વસંતભાઈ પટેલ તથા હાર્ટફૂલનેશ ના ટ્રેનર્સ મુકેશભાઈ બારોટ, કલ્પેશભાઈ પંડ્યા તથા લવજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું, ત્યાર બાદ જીલ્લા ના યોગ કોચશ્રી હિતેન્દ્રભાઈ પંચાલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સૌએ આન બાન શાન થી લહેરાઈ રહેલા તિરંગાને વિધિવત સલામી આપી, ત્યાર બાદ શ્રી હરિઓમ વિદ્યાલયના કર્મચારી ગણ દ્વારા ઉપસ્થિત મહેમાનોને સુતરની આંટી તથા સન્માન પત્ર આપી સત્કારવામાં આવ્યા, સદર કાર્યક્રમમાં કોચશ્રી મીનાક્ષીબેન બામણા, પ્રિયંકાબેન કટારા તથા શાળાના બાળકો,વાલીઓ થતા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા, ત્યાર બાદ શાળા ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી તાલીમ પામેલા યોગ ટ્રેનર્સને પ્રમાણ પત્ર વિતરણ કરાયા અને શાળાના આચાર્યશ્રીએ તમામ નો આભાર માન્યો, આ સુંદર કાર્યક્રમ બદલ જીલ્લા રમત ગમત અધિકારીશ્રી તથા અરવલ્લી જીલ્લા યોગ કૉ ઓર્ડીનેટરશ્રી પાયલબેન તથા દ્વારા આ સુંદર કાર્યક્રમ બદલ અભિનંદન આપવામાં આવ્યા અને અંતે અલ્પાહાર લઇ સૌ છુટ્યા પડ્યા.









