અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી તાલુકાના અને એની આજુ-બાજુ ના વિસ્તારો માં વસતા રાજસ્થાનના યુવાનો પોતાનો વેપાર ધંધા માટે આ વિસ્તાર માં વસવાટ કરે છે. જયારે ભાદરવી બીજ નો રાજસ્થાન સમાજ માં અનોખો મહિમા હોય છે. ભાદરવી સુદ બીજ ના રોજ બાબા રામદેવજી નો જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને રાજસ્થાન માં ભાદરવી બીજ નો અનોખો મહિમા છે. જેને લઈને એમની સંસ્કૃતી ને જાળવી રાખવા માટે રાજસ્થાન પોતાના ગામ વિસ્તાર થી દૂર હોવા છતાં એની સંસ્કૃતિની જાળવણી માટે ગત રોજ ચીખલી ના બગલાદેવ મંદિર થી પદયાત્રા પગપાળા ચાલી અને ગણદેવી ના વલોટી ખાતે આવેલ બાબા રામદેવજી ના મંદિર ખાતે જવા નીકળી હતી. આ પદયાત્રા માં અંદાજે ૩૦૦ થી ૩૫૦ જેટલા ભાવિક ભકતો પગપાળા આ પદયાત્રા માં જોડાયાં હતાં.જ્યારે આ પદયાત્રા નું આયોજન છેલા પાંચ વર્ષ થી કરવામાં આવે છે. આ પદયાત્રા નું મુખ્ય ધ્યેય આ વિસ્તારો માં રહેતા રાજસ્થાન સમાજ ના લોકો પોતાની સંસ્કૃતિ જાળવી રાખે અને સાથે સાથે એક બીજા ના પરિચયમાં રહે. જ્યારે આ પદયાત્રા નું આયોજન ચીખલી બાબા રામદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ગત રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ નીકળી ડી.જે.સાથે જય બાબરી ના નારા સાથે નિકળી હતી. જ્યારે આ પદયાત્રા ના ભાવિક ભક્તો ગણદેવી ના વલોટી ખાતે બાબા રામદેવના મંદિરે સવારે ૫:૦૦ વાગ્યાં આસપાસ પહોંચી ગયા હતા. જ્યારે બાબા રામદેવજી ની આરતી કરી મંદિર ની જૂની ધજા ઉતારી નવી ધજા ચઢાવવામાં હતી.






