યુવકે દસ હજાર માગ્યા મહિલાએ ના પાડતા માર મારી દુર્ષ્ક્મ આચર્યું

અમદાવાદ,બુધવાર
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પિયરમાં રહેતો યુવક આવ્યો હતો અને મહિલા પાસે આવીને દેવું થઇ ગયું છે કહીને રૃા. ૧૦,૦૦૦ની માંગણી કરી હતી, મહિલાએ રૃપિયા આપવાનો ઇન્કાર કરતા મહિલાને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પિયરમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા તા. ૧ના રોજ ઘરે એકલી હાજર હતી ત્યારે બપોરે યુવક તેમના ઘરે આવ્યો હતો અને દેવુ થઇ ગયું હોેવાનું કહીને રૃા. ૧૦ હજારની માંગણી કરી હતી જો કે મહિલાને તેની પાસે રૃપિયા નથી તેમ કહેતા આરોપી જતો રહ્યો હતો.
દરમિયાન થોડી વારમાં પરત આવ્યો હતો અને પીવા માટે પાણી માગતા મહિલાએ પાણી આપ્યું હતું. પાણી પીને આરોપીએ મકાનનો દરવાજો અંદરથી બંધ કરીને તું મને કેમ પૈસા આપતી નથી તેમ કહીને લાફા માર્યા હતા ત્યારબાદ જબદસ્તી કરીને મહિલા સાથે બે કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને જતા જતા ધમકી આપી હતી કે આ વાત કોઇને કરીશ તો તારા પતિને મારીશ અને તેને બદનામ કરી દઇશ જો કે ડરના માર્યા મહિલાઓ વાત કોઇને કરી ન હતી પરંતુ તાજેતરમાં પેટમાં અસહ્ય દુખાવો થતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને મહિલાએ આ વાત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.