MORBI:મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો

મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો
(મોહસીન શેખ દ્વારા મોરબી ) મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા સીનીયર ઓપ્ટોમેટ્રીસ્ટ સુરેશભાઈ કાલરીયા વયમર્યાદાને પગલે નિવૃત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. સુરેશભાઇ એમ કાલરીયાએ વર્ષ ૧૯૮૫ માં માળિયા તાલુકાના ખાખરેચી પીએચસીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને સાત વર્ષ બાદ ૧૯૯૨ થી તેઓ માળિયા સીએચસી ખાતે કાર્યરત હતા અને ૧૯૯૫ થી સરકારી આંખની હોસ્પિટલ મોરબી ખાતે તેઓ કાર્યરત હતા અને ૨૯ વર્ષ સેવાઓ આપી હતી સુરેશ કાલરીયાએ કુલ ૩૯ વર્ષ સુધી પોતાની ફરજ નિભાવી વયમર્યાદાને પગલે નિવૃત થયા હતા ત્યારે તેમને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. જે પ્રસંગે હોસ્પિટલ અધિક્ષક ડો. કૈલા, આંખના સર્જન ડો. રૂપાલા, ડો. બાવરવા, ડો. બીના વિરમગામા, ઇન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ, દિનેશભાઈ ચાવડા, હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સુરેશભાઈની કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું