ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશાનુસાર બનાસકાંઠા ના પાંચ તાલુકા મથકોએ મૌન ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

12 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે મૌન ધરણાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા,થરાદ અને કાંકરેજ તાલુકા મથકોએ કરવામાં આવેલ હતું. જેમાં 1/ 4/ 2005 પહેલાં નિમણૂક પામેલાને જૂની પેન્શન યોજના આપવી , કાયમી શિક્ષકોની તથા જૂના શિક્ષકો ની ભરતી કરવી , પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ્ કરવી તથા વહીવટી કર્મચારીઓ ની ભરતી કરવી, આચાર્યો ને ઇજાફો આપવો એક માં પોષક નો પરિપત્ર આચાર્ય માટે 300 રજા નો રોકડમાં રૂપાંતર જેવા પ્રશ્નો સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ હતા પરંતુ આજ સુધી એનો પરિપત્ર કરવામાં આવેલ નથી સંકલન સમિતિ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવે છે કે તાકીદે બાકી રહેલા ઠરાવ કરવામાં આવે જો તેમ કરવામાં નહિ આવે તો સંકલન સમિતિના નેજા હેઠળ ઉગ્ર આંદોલન કરવાની માંગ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ હતી.





