
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
પ્રથમ ઇન્ફોટેક ફાઉંડેશન તથા એસએપી (SAP) અને એલ.ટી.પી.સી. ટી (LTPCT) દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ખાતે તા. 16ના રોજ ડિજિટલ મેળો આયોજીત કરવામા આવ્યો હતો.
આ મેળામા ધોરણ 9 અને 10ના વિધ્યાર્થીઑ દ્વારા TLM (ટીચિંગ લર્નિંગ મટિરિયલ), મોડેલ, કોડિંગ ચાર્ટ, ગેમ્સ,ફોટો ફ્રેમ બનાવીને પ્રદર્શનમા મૂકવામા આવ્યા હતા. મેળાનુ સમગ્ર સંચાલન પ્રથમ ઇન્ફોટેક ફાઉંડેશનના કમ્પ્યુટર ટ્રેનર શ્રી દિવ્યેશ ગાઈન, શ્રીમતી શર્મિલા માહલા તથા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટોર શ્રી મહેન્દ્ર રાઠોડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા શાળાના આચાર્ય શ્રી અમરસિંહ એ.ગાંગોડા, શાળાના શિક્ષકો તેમજ વિધ્યાર્થીઑ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





